Your browser does not support JavaScript!

FAQ

}
શિક્ષણ વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૦ના  જાહેરનામા ક્રમાંક: જીએચ/એસએચ/૦૪/પીઆરઆઈ/૧૨૨૦૧૯/સીફા-૨૧-ક મુજબ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ થી ધોરણ-૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ૧લી જૂનના રોજ પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.   
 
આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો.એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્‍દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.
શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.
  1. અનાથ બાળક
  2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
  3. બાલગૃહનાં બાળકો
  4. બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
  5. મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
  6. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
  7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
  8. જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
  9. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
  10. ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
  11. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
  12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
  13. જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો
દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (૧) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે. જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે.
આપની કેટેગરીની અગ્રતાક્રમ અને આવકની અગ્રતા મુજબ તથા શાળાના પસંદગી ક્રમ મુજબ આપને પ્રવેશ ફાળવામાં આવશે. જો આપની પસંદગીની ક્રમ નં ૧ ની શાળા ની સીટો ભરાઇ ગઇ હશે તો ક્રમ નં ૨ ની શાળામાં પ્રવેશ મળશે. અને જો ક્રમ ૨ની શાળાની સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ ૩ની શાળામાં પ્રવેશ મળશે. આમ ક્રમશઃ આવતી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દા.ત. આપ જો કુલ ૧ અથવા ૨ શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઇ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. આથી નજીકનાં વિસ્તારની વધુ શાળાઓ પસંદ કરવી તથા શાળાઓની પસંદગીમાં પસંદગીક્રમ આપની અનુકુળતા મુજબનો હોય તેનુ ધ્યાન રાખવું. કેટલાક વાલી શાળાઓની પસંદગીનો ક્રમ આપવાનો ભુલી જાય છે. જે યોગ્ય નથી. આથી, શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે. ભળતા નામવાળી બીજી શાળા પસંદ ન થઈ જાય તે માટે શાળાનું સરનામું ચકાસીને જ શાળા પસંદ કરવી.
શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.
જયાં સુધી આપ confirm (કન્ફર્મ) નહી કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ Edit થઇ શકશે નહી, પરંતુ આપ નવુ ફોર્મ ભરી શકો છો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જુનું ફોર્મ રદ થઇ જશે અનેઆપને SMS થી જાણ પણ કરવામાં આવશે.ફોર્મ ભરતી વખતે કેટેગરી , શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
વેબપોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડૉક્યુમેન્ટસ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ક્યાય જમા કરાવવાનું નથી.
આપે દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કોઇ વાર SMS ના પણ મળે તેથી આપે વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું. અરજી કન્ફર્મ થયા બાદ આપ કોઇ પણ સમય પર આપનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરી પ્રવેશ ની સ્થિતિ જોઇ શકો છો. આપને પ્રવેશ મળ્યાની જાણ થયા બાદ તુરંત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમયે પહોચી જઇ પ્રવેશ મેળવી લેવો. જણાવેલ સમયમર્યાદામાં આપ પ્રવેશ નહિ મેળવો તો આપનો પ્રવેશ રદ થઇ જશે અને પછીના ક્રમના બાળકને ફાળવણી થઇ જશે.
ઓનલાઇન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધાવાળા કમ્પ્યુટરથી તથા મોબાઈલ પર પણ સીધા ભરી શકાશે. કોઇપણ જગ્યાએથી ફોર્મ ભરતા હોય પણ તેમાં આપની કેટેગરી , શાળા, માધ્યમ વગેરે તમામ માહિતીની ચોકકસાઇ કર્યા બાદ જ ફોર્મ કન્ફર્મ કરવું. આપ મોબાઈલ એપ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો. 
;