Notice Board
| Updated At | Description | ||
|---|---|---|---|
| 22-06-2026 |
RTE હેઠળ પ્રવેશનો ચોથો અને અંતિમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ: ૨૯-૦૬-૨૦૨૬ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. |
New | |
| 19-06-2026 |
RTE હેઠળ ચોથા અને અંતિમ રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવણી પૂર્વે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી આપવા જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ જિલ્લા કક્ષાએથી માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના ચોથા અને અંતિમ રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. ૧૮/૦૬/૨૦૨૬ થી તા. ૨૦/૦૬/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો. |
New | |
| 22-05-2026 | RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેના બીજા રાઉન્ડનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ માટે) | attachment | |
| 27-03-2026 |
RTE એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ જાહેરાત: (તા.૦૪/૦૪/૨૦૨૬ થી ૧૭/૦૪/૨૦૨૬ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.) |
attachment | |
| 26-05-2026 |
શાળાઓની પુનઃ પસંદગી પ્રક્રિયા અંગે સમય લંબાવવા બાબતે અગત્ય ની સૂચના
જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તા. ૨૫/૦૫/૨૦૨૬ થી તા. ૨૭/૦૫/૨૦૨૬ સુધી સમય આપવામાં આવેલ.
જેમા વધારો કરી પુનઃ પસંદગી માટે તા. ૨૮/૦૫/૨૦૨૬, ગુરુવાર રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો. જે અરજદારો શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે. |
||
| 24-03-2026 | RTE પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થતા અરજી કરવાનો સમયગાળો લંબાવવા બાબત: શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૬/૦૩/૨૦૨૫ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હતી. પરંતુ કેટેગરી ક્રમાંક: ૮,૯,૧૧,૧૨ અને ૧૩ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા. ૧૩/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. ૬.૦૦ લાખ (છ લાખ) કરવામાં આવેલ છે. આથી, વાર્ષિક રૂ. ૬ લાખ (છ લાખ) કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓ વેબસાઈટ પર તા. ૧૫/૦૪/૨૦૨૫, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે. | ||
| 24-03-2026 | RTE પ્રવેશ પ્રક્રિયા પૂરક જાહેરાત અને સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે) | attachment | |
| 28-04-2025 | RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫ અંતર્ગત ૨૫ % મુજબ જિલ્લા વાર ઉપલબ્ધ જગ્યાઓ | attachment | |
| 21-04-2026 | RTE પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૬-૨૭ માટે) (Revised) | attachment | |
| 24-03-2026 | કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો (આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.) | attachment |